મૃત્યુ સમીપે લઇ જતો છુપો શત્રુ “સ્ટ્રેસ”

“માનિસક તાણ.. સ્ટ્રેસ “
મૃત્યુ સમીપે લઇ જતો છુપો શત્રુ “સ્ટ્રેસ”
હમણાં જ રાજ્કોટના શ્રેષ્ઠી કહેવાય તેવા યુવાન ઉધ્યોગપતીનું અકાળે અવસાન થયુ અને થોડા દિવસો પહેલા પણ બે હોનહાર યુવાન ઉધ્યોગપતીઓને આ સ્ટ્રોક ભરખી ગયો…
થોડા સમય પહેલા બજાજ ઇલેક્ટ્રિકલ્સ લી. ના એમ ડી અનંત બજાજના 41 વર્ષની યુવાન વયે સીવીયર એટેકથી થયેલુ.
મૃત્યુ વિશે કોઇ આગાહી નથી કરી શકતુ પણ સાવચેતી રાખીએ તો તેના ધીમા પગલાનો અવાજ જરુર સાંભળી શકાય.
આ વિશે જો સજાગ ના થઇએ તો તણાવ ભરી આ જીંદગીમા મૃત્યુ હળવેકથી ખભો થપથપાવી ને કહેશે કે બરખુરદાર ચાલો જવાનો સમય પાકી ગયો છે.

આમ તો આ ઘટના જ એવી હોય છે કે તેમા કોઇ નો પણ કંટ્રોલ નથી હોતો.
છતા પણ રેગ્યુલર ચેકઅપ કરાવી શકાય તો પાણી પહેલા પાળ બાંધી શકાય. અને તે પણ ન કરાવી શકાય તો જાતે પણ ચેક કરી શકાય. શરત એટલી કે તમને તમારા શરીરની ભાષા સમજાવી જોઈએ. તમારા શરીરને શુ ગમે છે તેનો અવાજ સંભળાય જાય તો પછી કોઈ પણ જાતના ચેકઅપની જરુર નથી.

શરીરની ભાષા તરત ના સમજાય તો નીચે મુજબના સ્ટેપથી તો થોડુ ચેક કરી શકાય.
* પાંચ માળના દાદરા હાંફયા વગર ચડી શકો તો તમે તંદુરસ્ત છો.
* તમારા વજન કરતા પચાસ ટકા વજન ઉંચકીને અડધો કીલોમીટર ચાલી શકો તો તમે તંદુરસ્ત છો.
* તમારા હાર્ટ બીટ ની વધઘટ ખુશીની છે કે તણાવની છે તે પારખીને ઉંડો શ્વાસ લઈ ને હાર્ટ બીટ ને નોર્મલ કરવાની કળામાં પારંગત છો તો તમે તંદુરસ્ત છો.
* કોઈ એવી ઘટના બને અને તમને વળતા જવાબરુપે પરસેવો ના વળે તો તમે તંદુરસ્ત છો.
* પરિશ્રમ અને તણાવમાં વળતા પ્રસ્વેદબીંદુને પારખતા આવડે તો તમે તંદુરસ્ત છો.
* 40 પછી બાકીના 40 રીવર્સ ફોર્મમાં જીવન જીવવાની કળામા પારંગત છો તો તમે તંદુરસ્ત છો ( 40,39,38,37….20…15…5)
* 40 પછી કુદરતી ખોરાક , કેમીકલ ફ્રી ખોરાકનો શોખ કેળવ્યો છે તો તમે તંદુરસ્ત છો.
* 40 પછી ડાયેટમાં રોજ સાંજે એક મીલેટનો સમાવેશ કરો છો તો તમે તંદુરસ્ત છો
* 40+ પછી રેગ્યુલર રુટસબેરી ફાગોનીયા હર્બલ ટી પીઓ છો તો તમે તંદુરસ્ત છો. ( રુટસબેરી ફાગોનીયા હર્બલ ટી લોહીમાં કલોટ નથી જામવા દેતી એટલે સ્ટ્રોક અને એટેકનો ખતરો ટાળી શકાય છે. રુટસબેરી ફાગોનીયા હર્બલ ટી કેન્સર પ્રતિરોધક તત્વ ધરાવે છે. )… માર્કેટીંગ વાળી લાઇન પુરી.😀
મિત્રો જેટલુ પણ જીવન જીવો મોજથી જીવો ( આ જીવો કોણ એ કોઈએ પૂછવું નહીં )
અને છેલ્લી વાત તમારા ધંધાના સિક્રેટ તમારા જીવનસાથીને અને સંતાનો સાથે અચુક શેર કરજો… ના જાને જીંદગી કી કીસ ગલીમેં શામ હો જાયે.
સ્ટ્રેસ સફળતા માટે ખુબ જરુરી છે પણ સ્ટ્રેસ સફળ ના થવો જોઈએ.

પ્લેગ્રુપ નર્સરી અને કેજી થી જ બાળકો ને પોતાના થી વળગા કરનાર માતાપિતા ચેતો… તમે બાળકો ને નાનપણ થી જ સ્ટ્રેસ આપવાનું ચાલુ કરી દેતા હોવ છો.
.
તમારું બાળક ના તમે નિમિત્ત માત્ર છો. તમે જે સપના પુરા નથી કરી શક્યા એ શામાટે પોતાના સંતાનો પર બળજબરી થી ઠોકી બેસાડો છો.
ઘણા વાલીઓ પોતાના બાળકો ને ડોકટર, એન્જીનીયર બનાવવા માટે 8 માં ધોરણ થી જ 15 કલાક અભ્યાસ માં લગાવી દેતા હોય છે.
બાળક Hsc માં 95 ટકા લાવી ને મોટો ડોકટર બને કે મોટો એન્જીનિયર બને કે મોટો ઓફિસર બને પરંતુ શું એ બાળક પોતાને મળેલ લાઈફ એન્જોય કરી શકે છે??..હેપ્પી થઈ ને જીવી શકે છે ?? આખી જિંદગી પૈસો કમાવા સ્ટ્રેસ લઈ ને જીવવાનું અને પછી સહન ન થઈ શકે એટલે આત્મહત્યા.
સૌથી વધુ હોશિયાર લોકો માં સૌથી વધુ આત્મહત્યા નું પ્રમાણ હોય છે ( સીસીડી નો દાખલો જોઈ લેવો )
એના કરતાં બાળકો ને નાનપણ થી જ સ્ટ્રેસ મેનેજ કરવાનું..જિંદગી માં નાની નાની બાબત માં પણ સૌથી વધુ આનંદ મળે છે એવું શીખવાડો. દુઃખ અને મુશ્કેલી આવ્યા કરે છે તકલીફ તો દુનિયા માં રહેવાની જ છે પરંતુ એમાં પણ કઈ રીતે જીવી શકાય એ શીખવાડવુ જરૂરી છે.
વળતા પાણી હવે બધી ઇન્સ્ટિટ્યૂટ ના થશે જે માત્ર ડિગ્રીઓ જ આપે છે…ઇન્ફોસીસ અને ટીસીએસ જેવી કંપનીઓ પોતાની કંપની માં સિલેકટેડ એન્જીનિયરો ને ફરીથી કોચિંગ આપે છે….ગૂગલ જેવી બીજી 14 કંપનીઓ એ હવે ડીગ્રી સર્ટી ને બદલે સ્કિલ બેઇઝ નોકરી આપી રહી છે
નોંધ :- હોમિયોપેથી માં સાયકોલોજીકલ કન્ડિશન ખૂબ સરળતા થી સમજી શકાતું હોય છે. જેમાં પેશન્ટ ની ફિઝિકલ લેવલ થી મેન્ટલ લેવલ ની સ્ટડી કરી ને ખ્યાલ આવી શકતો હોય છે કે આ વ્યક્તિ નો ઈલાજ કઈ રીતે કરી શકાય
વિશેષ નોંધ :-મારો અભ્યાસ એવું કહે છે કે લગ્ને લગ્ન કરવા છતાં એકલી રહેલી એક આપણી બૉલીવુડ ની અભિનેત્રી લેસ્બિયન બની ને છેલ્લે આત્મહત્યાં કરશે અને બૉલીવુડ ના જ એક સફળ અભિનેતા નો દિકરા ને ટ્યુમર ( કેન્સર નું ) થશે..
અસ્તું…
ડો.સુરેશ સાવજ
8460262063
Pingback: “માનિસક તાણ.. સ્ટ્રેસ “ — HealthyGujarat | Mon site officiel / My official website