મગફળી – માંડવી – શીંગ

આજે જાણી લો પલાળેલી મગફળી ખાવાના ફાયદા.

ઘણાને લોકોને બદામને રાત્રે પલાળીને સવારે ખાવાની આદત હોય છે, કેમ કે બદામમાં એકથી વધીને એક બહુ જ ફાયદા હોય છે. તે આપણને તંદુરસ્ત રાખે છે. પંરતુ માર્કેટમાં વધી રહેલા બદામના ભાવોને કારણે રોજ બદામ ખાવું મોંઘુ બની રહ્યું છે. પણ જો તમને બદામનો ઓપ્શન મળે, જે તેના જેવો જ ફાયદો આપે. તમને જાણીને નવાઈ લાગશે કે મગફળી ખાવાથી એટલો જ ફાયદો થાય છે, જેટલો બદામ ખાઈને થાય છે. વિશ્વાસ નહિ આવે, પણ મગફળી પલાળીને ખાવાના ફાયદા બહુ જ ઓછા લોકો જાણે છે. સરળતાથી અને ઓછા ભાવે મળતી મગફળીના અનેક ફાયદા છે. તેથી જ તેને ગરીબોની બદામ કહેવામાં આવે છે. તો આજે જાણી લો પલાળેલી મગફળી ખાવાના ફાયદા.


– પલાળેલી મગફળી બ્લડ સરક્યુલેશન કન્ટ્રોલ કરીને શરીરને હાર્ટ એટેક તેમજ અન્ય હાર્ટ પ્રોબ્લમથી બચાવે છે. તેથી હાર્ટનું સ્વાસ્થય સારું રાખવા માટે મગફળી ખાવું લાભકારી છે.


– જો તમે જીમમાં જાઓ છો, તો રોજ સવારે મગફળી પલાળીને ખાઓ. કેમ કે જીમ ગયા બાદ શરીરને પ્રોટીન અને કેલ્શિયમની જરૂર હોય છે. તેનાથી મસલ્સ ટોન્ડ થાય છે.

– તેમાં ઓમેગા 6 ફેટી એસિડ હોય છે. તે સ્કીનના સેલ્સ માટે બહુ જ ફાયદાકારક હોય છે. તેનાથી રંગ ગોરો થાય છે. સ્કીનની ચમક વધે છે.

– પોટેશિયમ, મેગેનીઝ, કોપર, કેલ્શિયમ, આયર્ન, સેલેનિયમના ગુણોથી ભરપૂર મગફળીને પલાળીને સવારે ખાલી પેટ ખાવાથી ગેસ અને એસિડિટીની તકલીફ દૂર થાય છે.
– બાળકોને સવારે પલાળેલી મગફળીના થોડા દાણા ખવડાવવાથી તેમાં રહેલા વિટામિન આંખોની રોશની અને મેમરી શાર્પ કરે છે. મગફળી ખાવાથી શરીરરમાં રક્તની ઊણપ દૂર થાય છે. તેનાથી શરીરમાં ઉર્જા અને સ્ફૂર્તિ પણ બની રહે છે.
– મગફળી ભૂખને દૂર કરે છે. રોજ તેને ખાવાથી કેન્સર પણ દૂર રહે છે. મહિલાઓએ તેને નિયમિત ખાવી જોઈએ. તેમાં રહેલા એન્ટી-ઓક્સિડન્ટ, આયર્ન, કેલ્શિયમ અને ઝિંક શરીરના કેન્સર સેલ સામે લડવામાં મદદ કરે છે.
– રોજ પલાળેલી મગફળી ખાવાથી બ્લડ શુગર કન્ટ્રોલમાં રહે છે. તેનાથી તમે ડાયાબિટીઝ જેવી બીમારીથી બચીને રહી શકો છો. તેથી જો તમને શુગરની સમસ્યા છે, તો રોજ સવારે પાણીમાં રાતભર પલાળેલી મગફળીના 50 ગ્રામ જેટલા દાણા ખાઈ લેવાના.
– મગફળીમાં વિટામિન ઈ ભરપૂર માત્રામાં હોય છે. જે સ્કીનની કોશિકાઓને ઓક્સીકૃત થવાથી બચાવે છે, અને સ્વસ્થ રાખે છે. તે સૂર્યના યુવી કિરણોથી પણ બચાવે છે…

પોસ્ટ આભાર ડો.મહેન્દ્રભાઈ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s