
Best Food For Healthy Eyes
આંખોને હમેશા નિરોગી રાખવા ખાઓ, પોષક તત્વોથી ભરપૂર આ વસ્તુઓ…………….!
આંખો આપણા શરીરનું સૌથી અમૂલ્ય અંગ છે. એટલા માટે તેની દેખભાળ સારી રીતે કરવી ખૂબ જ જરૂરી છે. આંખોને સ્વસ્થ રાખવા માટે વિટામિન અને પોષક તત્વોથી ભરપૂર વસ્તુઓનું સેવન કરવું જોઈએ, કારણ કે યોગ્ય આહાર અને યોગ્ય દેખભાળથી આંખો આખી જિંદગી સ્વસ્થ રહે છે. કેટલીક વસ્તુઓના નિયમિત સેવનથી ચશ્મા નથી આવતા અને આંખો સ્વસ્થ રહે છે.
કેટલાક વિટામિન, મિનરલ અને અનેક પ્રકારના પોષક તત્વોની આપણા શરીરને બહુ જ જરૂર હોય છે. જો તમારે તમારી ભાગમભાગ ભરેલી જિંદગીમાં તમારી આંખોની રોશની તેજ અને આંખોને અનેક રોગોથી બચાવીને રાખવી હોય તો તમારે આ વસ્તુઓનું સેવન ચોક્કસ કરવું.
આ ઉપરાંત આંખોની કસરત કરવાથી આંખો ની આસપાસ ના સ્નાયુઓ મજબુત થવાથી આંખ ની રોશની સારી રહે છે .
લીલા શાકભાજી હોય છે ફાયદાકારકઃ-
આંખોને સ્વસ્થ રાખવા માટે ફળો અને લીલા પત્તાવાળી શાકભાજીનું સેવન ખૂબ જ જરૂરી છે. નિયમિત લીલા શાકભાજી જેવા કે ગાજર , વટાણા , પાલક ,લીલા ધાણા અને સાથે ફણગાવેલા કઠોળનું સેવનથી શરીરને કેરોટીનાઈડ મળે છે, જે આંખોની કિકીને હંમેશા સ્વસ્થ રાખે છે.
વિટામીન્સથી ભરપૂર વસ્તુઓઃ-
શરીરને તંદુરસ્ત રાખવા માટે વિટામીન એ યુક્ત વસ્તુઓનું સેવન કરવું જ જોઈએ. આ વિટામીન્સના સેવનથી આંખો સ્વસ્થ રહે છે અને મોતિયાબિંદની બીમારી પણ દૂર રહે છે. આ બધાં વિટામિન્સની પૂર્તી થઈ શકે એવા ભોજન લેવા જોઈએ. જેમાં દૂધમાંથી બનતી વસ્તુઓ, લીલા શાકભાજી, અનાજ, ફળ, ડ્રાયફ્રુટ્સ વગેરે વસ્તુઓનું સેવન કરવું જોઈએ.આ ઉપરાંત જો તમે નોન વેજીટેરીયન હોવ તો કોડ લિવર ઓઈલ ખાવું જોઈએ
જિંકયુક્ત વસ્તુઓનું સેવન કરવું-
આંખો સાથે જોડાયેલી અનેક સમસ્યાઓથી બચીને રહેવા માટે તમારા ખોરાકમાં જિંકયુક્ત વસ્તુઓ જરૂર સામેલ કરવી. મગફળી, દહીં, ડાર્ક ચોકલેટ, તલ અને કોકો પાવડર વગેરેમાં ભરપૂર માત્રામાં જિંક હોય છે. જેથી નિયમિત રીતે આ વસ્તુઓનું સેવન પણ કરવું જોઈએ.
સલ્ફરવાળી વસ્તુઓને ભોજનમાં સામેલ કરોઃ-
તમારી દ્રષ્ટિ અને જોવાની ક્ષમતા આખી જિંદગી ટકી રહે તેની માટે ડુંગળી અને લસણને પોતાના ભોજનમાં સામેલ કરવી જોઈએ. રોજ કોચી ડુંગળી ખાવી જોઈએ અને લસણયુક્ત ભોજનનું પણ સેવન કરવું જોઈએ. એવી જ રીતે કોઈ વ્યક્તિને મોતિયાબિંદની સમસ્યા હોય તો તેને સેલેનિયમથી ભરપૂર વસ્તુઓનું સેવન કરવું જોઈએ.
સોયા મિલ્કઃ–
સોયા મિલ્ક સ્વાસ્થ્ય માટે બહુ જ ગુણકારી માનવામાં આવે છે. પરંતુ આંખો માટે તો તે વરદાન સમાન છે. સોયા મિલ્કમાં ભરપૂર માત્રામાં પ્રોટીન જોવા મળે છે. સાથે જ તેમાં વિટામીન, ફેટી એસીડ્સ અને વિટામાન-ઈ જેવા ખનિજ તત્વો પણ ભરપૂર માત્રામાં મળી રહે છે. જે આંખોને નબળાઈને તરત જ દૂર કરી આંખોને જીવનભર સ્વસ્થ રાખે છે.
ફળો પણ હોય છે આંખો માટે ફાયદાકાર-
કેરી, પપૈયા, કાકડી જેવા ફળોમાં કેરોટીન જોવા તત્વો મળે છે. તેના સેવનથી આંખોની નીચે કાળા ઘેરા કે સર્કલ દૂર થઈ જાય છે. આંખો હંમેશા સ્વસ્થ રહે છે. આંખોની રોશની જળવાઈ રહે છે.
વરિયાળીથી પણ થાય છે લાભઃ-
વરિયાળી અનેક ગુણોથી ભરપૂર હોય છે. તેમાં મોજુદ ઔષધીય ગુણો આંખ માટે ખૂબ જ લાભદાયક હોય છે. વરિયાળી અને સાકરને સરખી માત્રામાં મેળવીને પીસી લો. તેની એક ચમચી સવાર-સાંજ દૂધની સાથે લો. તેનાથી આંખની નબળાઈ દૂર થઈ જાય છે અને નેત્ર જ્યોતિ પણ વધે છે.
બદામ ખાવાથી પણ થાય છે ફાયદોઃ-
બદામમાં વિટામીન ઈ જોવા મળે છે. રોજ રાતે બદામ પાણીમાં ભીંજવી રાખો અને સવારે તેને ખાઓ. તેનાથી આંખો હંમેશા સ્વસ્થ રહે છે અને આંખોનું તેજ વધે છે.
આયુર્વેદિક નુસ્ખો :- ત્રિફલા ના ચૂર્ણ બેચમચી ને એક વાટકી પાણી માં પલાળી ને રાખી મુકવું અને સવારે એ પાણી થી આંખ ધોવી .
માલકાંગણી વનસ્પતિઓ નો ઉપયોગ નો વૈધકીય સલાહ અનુસાર લેવાથી આંખો ની રોશની સારી રહે છે
ડો.સુરેશ સાવજ
૮૪૬૦૨૬૨૦૬૩