
નુડલ્સ નહી ખાવા માટે ના કારણો
Reasons To Avoid Instant Noodles……………..
નુડલ્સ નહી ખાવા માટે ના કારણો
મિત્રો ,
જયારે ભૂખ લાગે એટલે ઘરમાં રહેલ ફટાફટ નાસ્તો બનાવવા માટે સૌ પ્રથમ બાળકો ની અને હવે તો મોટા લોકો ની પણ ચોઈસ માત્ર નુડલ્સ જ હોય છે , બે મિનીટ માં ફટાફટ બની જશે અને કોઈ વધારે વાસણ નહિ ધોવાના , રેસીપી ના આવડતી હોય તો પણ ચાલે .
ફાસ્ટ અને દોડધામ વાળી જિંદગી માં આ વસ્તુ ની જાણે બધા ને લત લાગી ગઈ છે .
અમે જણાવીશું આપ ને એ નુડલ્સ ના ગેરફાયદાઓ જે વાંચી ને કદાચ આપ આ બે મિનીટ માં તૈયાર થતાં અને પેકિંગ માં મળતા નુડલ્સ ને હવે ખાવાનું નામ નહિ લો . હા કદાચ તમારા બાળકો નું શરીર અથવા તમારા શરીર ની તંદુરસ્તી ની તમને ચિંતા ન થતી હોય તો તમે ખાશો .
૧. આંતરડા માંથી મળતા પોષક તત્વો બંધ થશે :- આપણે રોજીંદા ખોરાક લેતા હોઈએ છીએ એ ખોરાક માંથી પોષક તત્વો આપણા આંતરડા માં જે શોષાય છે અને પોષણ મળતું હોય છે જો બાળકો ને આ નુડલ્સ ખવારાવશો તો તેવું ૫ વર્ષ થી નાના બાળકો ના આંતરડા માંથી આવા પોષક તત્વો બાળક ને બંધ થી જશે
૨. કેન્સર :- નુડલ્સ માં રહેલ styrofoam નામનું તત્વ કેન્સર કારક હોય છે. તમે બજાર માંથી મળતા નુડલ્સ ના પેકેટ પર વાંચજો ( આપણે વાંચી ના શકીએ એટલા માટે જ એ લોકો એકદમ બારીક અક્ષરો માં લખતા હોય છે )
૩. ગર્ભપાત :- સગર્ભા સ્ત્રી આ પ્રકાર ના નુડલ્સ ખાવામાં લેતી હોય તો એના ઉદર માં રહેલ બાળક નો વિકાસ ખરાબ અસર થતી હોય છે તેમજ ગર્ભપાત થવાની શક્યતાઓ રહે છે .
૪. જંક ફૂડ :- આ નુડલ્સ કાર્બોહાઈડ્રેટસ થી પરપુર હોય છે પરંતુ તેમાં વિટામિન્સ અને , ફાઈબર્સ તેમજ ખનીજ તત્વો બિલકુલ હોતા નથી .મતલબ પોષક તત્વો હોતા નથી .
૫.સોડીયમ :- આ બધા ઈન્સ્ટન્ટ નુડલ્સ માં વધારે પડતું સોડીયમ નું પ્રમાણ હોય છે જેથી વધુ માત્રા માં અને વારંવાર આવા નુડલ્સ ખાવાથી હદય ની બિમારીઓ , મગજ નો સ્ટ્રોક , બ્લડપ્રેશર થઈ શકે છે તેમજ કીડની ને પણ ખુબ નુકશાન કરી શકે છે
૬. આજીનો મોટો :- આજીનો મોટો મતલબ મોનોસોડીયમ ગ્લુટામેટ (: Monosodium Glutamate ) આ એક પ્રકાર નું કેમિકલ છે જે ચાઇનીઝ ફૂડ માં વપરાય છે સામાન્ય રીતે એને ચાઇનીઝ મીઠું કહેવામાં આવે છે . આજી નામની કમ્પની ખુબ વિશાળ ઉત્પાદન કરતી હોવાથી એને સામાન્ય રીતે લોકજીભે આજીનો મોટો કહેવામાં આવે છે . આ MSG જો તમારા આહાર માં તમે લેવાનું ચાલુ કરો તો માથાનો દુઃખાવો , મો ગરમ ગરમ થઇ જવું , આખા શીરીરે દાહ થવો જેવી તકલીફ થઈ શકે છે .
૭. મોટાપો :- નુડલ્સ ખાવાથી શરીર નું વજન વધી શકે છે . કારણકે એમાં ચરબી ને વધુ પ્રમાણ માં સોડીયમ હોય છે . જે શરીર માં પાણી નો ભરાવો કરે છે અને તેથી વજન વધે છે .
૮.પાચન ક્રિયા :- વારંવાર આવા ઈન્સ્ટન્ટ નુડલ્સ ખાવાથી આંતરડા ની હલનચલન ક્રિયા અનિયમિત થઇ જતી હોય છે અને પેટ ફૂલાવે છે .
૯. પ્રોપિલીન ગ્લાયકોલ :- આ પ્રોપિલીન ગ્લાયકોલ ઈન્સ્ટન્ટ નુડલ્સ માં વપરાય છે જેનો ગુણધર્મ કોઈ વસ્તુ ના ભેજ જાળવી રાખવાનું કામ કરે છે જેનાથી નુડલ્સ માં રહેલ ભેજ જળવાઈ રહે છે અને નુડલ્સ પેકેટ માં સુકાઈ જતા નથી . પરંતુ આ કેમિકલ રોગપ્રતિકારક શક્તિ નબળી કરી દે છે . અને આપણા ખોરાક માં આવવાથી એ કીડની, લિવર અને હ્રદય માં જમા થાય છે અને એ અંગો માં ખોડ-ખાંપણ લાવી ને એની કાર્યક્ષમતા માં વિક્ષેપ પાડી નેશરીર ના અંગો ને નબળા પાડે છે .
૧૦ . ચયાપચય ની ક્રિયા :- રેગ્યુલર આવા ઇન્સ્ટન્ટ નુડલ્સ ખાવાથી તેમાં રહેલ કલર લાવવા માટે , સ્વાદ લાવવા માટે અને લાંબો સમય સુધી બગે નહી એ માટે ઉમેરેલા કેમિકલ ચયાપચય ની ક્રિયા પર અસર કરે છે અને અનેક બીમારીઓ લાવે છે.
Dr.suresh savaj
surat