“મડદાં પર થતી સારવાર = ‘CPR’….! “
CPR શું છે?
– CPR એટલે થોડી વાર પહેલા જ બંધ પડેલા હૃદય ને ફરી ચાલુ કરવા માટે ની “કોશિશ”.
.
જેમાં છાતી પર બે હાથ વડે 100 વખત/મિનિટ દબાવવામાં આવે છે. આ કામ સતત ચાલું રાખવાંમાં આવે છે. જ્યાં સુધી અન્ય સારવાર ન મળે/હૃદય ફરીથી ચાલુ ન થાય.
.
CPR થી હૃદય ના ખાનામાં રહેલા લોહીને શરીર ની નસો માં ધક્કો લાગે છે અને હૃદય બંધ હોવા છતાં મગજ તથા અન્ય અંગોને ને લોહી મળતું રહે છે.
.
CPR ની સફળતા હૉસ્પિટલ ની અંદર વધુ હોય છે. કારણ કે હોસ્પિટલ માં CPR એડવાન્સ્ડ હોય છે. જેમાં છાતી દબાવવા ની સાથે સાથે કૃત્રિમ શ્વાચ્છોશ્વાસ + કેટલાંક ઇંજેક્શન + DC કરંટ શોક વગેરે વસ્તુઓ પરિસ્થિતિ અનુસાર કરવામાં આવે છે.
.
CPR તાજા બંધ પડેલા હૃદય માટે જ કામ આપે છે. જો દર્દીનું હૃદય 10 મિનિટ થી વધુ બંધ હોય તો CPR કામ લાગતું નથી, કારણ કે 10 મિનિટમાં મગજ લોહી ન મળવાના કારણે હમેશા માટે મૃત્યુ પામે છે.
.
CPR વાળા દર્દી નો એક પગ ધરતી પર અને એક સ્વર્ગ માં હોય છે. ડૉક્ટર યમરાજ પાસેથી બીજો પગ ધરતી પર લાવવાની “કોશિશ” કરતા હોય છે. આ “કોશિશ” સફળ થાય તેની ગેરેન્ટી હોતી નથી. કારણકે સામે માણસ નહીં યમરાજ હોય છે.
…………………………..
બે દિવસ પહેલા થયેલ ઘટના ની વિગત છે.
છાતી માં દુખાવા સાથે, 70 વર્ષ ના, ડાયાબિટીસ વાળા વૃદ્ધ, પોતાનાં પગે ચાલીને હોસ્પિટલમાં આવ્યાં.
1. પહેલો ECG-એટેક નું નિદાન : ECG માં એટેક નો ખ્યાલ આવી જતાં દર્દીને એસ્પિરિન+statin+Ticagrelor વગેરે જેવી જરૂરી ગોળીઓ આપવામાં આવી. સગાને પરિસ્થિતિ ની ગંભીરતા સમજાવવામાં આવી અને તાત્કાલીક ICCU એમ્બ્યુલન્સ ને બોલાવવામાં આવી. એમ્બ્યુલન્સ પહોંચે ત્યાં સુધીમાં દર્દી બેહોશ થઈ ગયા. જેથી તેને તાત્કાલીક “CPR” આપવામાં આવ્યું.
2. બીજો ECG- CPR દરમિયાન : VF રીધમ, હૃદય માં હજુ એક્ટિવિટી (જીવ) ચાલુ પરંતુ પમ્પીંગ- પરિભ્રમણ કામ બંધ હોય. આ સમયે એમ્બ્યુલન્સ દ્વારા આ CPR ચાલુ રાખી નજીકના ICCU સુધી દર્દીને પહોંચાડવામાં આવ્યું. અનેક વખત ઇલેક્ટ્રિક DC શોક આપવામાં આવ્યાં. મગજ ને લોહી નું પ્રેશર ઓછું મળતાં દર્દી કોમાં માં હતું.
.
3. ICCU માં સફળતા પૂર્વક CPR પછી, ફરી મુળ એટેક વાળો ECG : હૃદય ની રીધમ પુનઃસ્થાપિત થઈ, પરંતુ મુળ ફોલ્ટ – એટેક હજુ ગંભીર રીતે ચાલુ છે અને વધતો જાય છે. હૃદય નબળું છતાં થોડું પમ્પીંગ કરતું થયું. દર્દી હજું પણ કોમાં માં છે.
4. 24 કલાક ICCU માં સરવાર પછીનો ECG : આ દરમ્યાન દર્દીને thrombolysis, વેન્ટિલેટર, Inotropic Rx વગેરે જેવી એટેક ની સારવાર આપવાંમાં આવી. સદ્ નસીબે દર્દી 24 કલાક બાદ ધીરે ધીરે સંપૂર્ણ ભાન માં આવ્યું. જો કે હજુ પણ મૃત્યુ નું જોખમ યથાવત્ છે.
.
દર્દી ના સગા સંબંધીઓ એ શરૂ થી લઈ અત્યાર સુધી ડૉક્ટર પર વિશ્વાસ મૂકી તમામ પ્રયત્ન કરવાની છૂટ આપી હતી.
.
દર્દી ને ભાન માં અવેલા જોઈને દર્દીનાં સગાંઓએ એક પ્રકારનો ચમત્કાર અનુભવ્યો. સગાઓએ હોસ્પિટલ સ્ટાફ, ડૉક્ટર અને ઈશ્વર નો આભાર માન્યો…!
.
બીજી તરફ હોસ્પિટલ ના સ્ટાફ અને ડૉક્ટરે પણ ઈશ્વર નો આભાર માન્યો.
=>ડોક્ટર ઇશ્વર પાસે કઈ બાબત નો આભાર માને છે તે સમજવા નીચેનું આખું વાંચો…!
.
………………………………..
એટેક એ હૃદય ની નસ માં અચાનક લોહી જામી જવાથી ઊભી થતી આકસ્મિક જીવલેણ પરિસ્થિતિ છે.
.
અમેરીકા માં પણ એટેક ના 25% દર્દી હોસ્પિટલ પહોંચતા પહેલા મૃત્યુ પામે છે.
.
એટેક ના દર્દી ને નસ નો બ્લોક કોઈ પણ સારવાર થી ખૂલે તે પહેલા હૃદય બંધ પડી જાય તો CPR આપવામાં આવે છે. પરંતુ તેમ છતાં પણ ઘણાં ખરા દર્દી મૃત્યુ પામે છે, અથવા 10 મિનિટ થી વધારે સમય સુધી હૃદય બંધ રહે તો મગજ ને થયેલાં નુકશાન ના લીધે કોમાં માં જ રહે છે. (બ્રેન ડેડ પરિસ્થિતિ).
.
.
એટેક ના દર્દીને ICCU માં રાખીને ઉત્તમ માં ઉત્તમ સારવાર આપવામાં આવે તો પણ, કેટલાય દર્દી સારવાર ની શરૂઆત ની 24 કલાકમાં મૃત્યુ પામે છે.
.
બચી ગયેલા અનેક દર્દીઓ એટેક દરમિયાન હૃદય ની દિવાલ ને થયેલાં ડેમેજ ના લીધે નબળા હૃદય સાથે નબળી જીંદગી વિતાવે છે. ભલે સ્પ્રિંગ વડે નસ બ્લૉક ખોલી નાખ્યો હોય.
.
……………………………
ભારત માં એટેક નું ચિત્ર :
.
જાગૃત લોકો સિવાય ના તમામ લોકો છાતી માં દુખે ત્યારે પહેલાં બામ ચોળે છે. ગેસ માટે ઈનો વગેરે લઈ જોવે , ન સારું થાય, તો જ ડોક્ટર પાસે ECG માટે જાય છે…!
.
ECG જોઈને ડૉક્ટર કહે કે એટેક આવ્યો છે અને તાત્કાલિક ICCU માં શિફ્ટ થવું જોઈએ…. ત્યારે…
.
1) દર્દી અન્ય ડૉક્ટર પાસે બીજો અભિપ્રાય લેવા માટે વિચારે છે અથવા લેવા માટે જાય છે.
.
2) અન્ય સગાં આવે પછી નિર્ણય લઇશું એવું કહે છે.
.
3) અહીં જ ઓછા ખર્ચે થોડી રાહત થઈ જાય એવું કરી દો. અત્યારે ઘરે જઈએ. થોડા દિવસ પછી પાક્કી સારવાર કરશું એવું વિચારે છે.
.
4) વિશ્વાસ ની તંગી અને પૈસા ની તંગી નિર્ણય લેવામાં મુશ્કેલી ઉભી કરે છે. કઈ હોસ્પિટલમાં,કયા ડૉક્ટર પાસે જવું, કેટલોક ખર્ચ થશે, રિઝલ્ટ કેવું મળશે વગેરે ની ચર્ચાઓ સમય ખાય જાય છે.
.
સારવાર ચાલુ થાય અને દર્દીને હૃદય ની નસ નો બ્લૉક ખૂલે તે પહેલાં હૃદય નબળું પડી જાય છે, અથવા ક્યારેક બંધ પડી જાય છે…..!
……………………………….
.
ભારત માં આવી રીતે બંધ પડેલા હૃદય વાળા દર્દીને CPR કરવામાં આવે અને દર્દી બચી જાય તો બધું બરાબર છે પણ જો દર્દી ન બચ્યું અથવા કોમાં માં રહ્યું તો………..
તો…….
તો…….
તો…….
ડૉક્ટર દ્વારા “મડદાં પર સારવાર” કરી ને પૈસા કમાવવા નો આરોપ લાગે છે..!
(થેન્ક્સ ટુ અક્ષય કુમાર એન્ડ ન્યૂઝ રિપોર્ટર્સ )
.
………………………………
CPR એટેક સિવાય અન્ય કોઈ કારણોસર હૃદય બંધ પડે તો પણ કામ લાગે છે. જીવલેણ ઈજા અકસ્માત, પોઇઝન વગેરે જેવી પરિસ્થિતિ માં પણ જ્યારે હૃદય બંધ પડે ત્યારે CPR અત્યંત ઉપયોગી બને છે.
……………………………….
.
એક રીતે જોઈએ તો CPR મોટા ભાગના દર્દી માટે “Cost – ineffective” સારવાર છે.
.
મતલબ કે CPR માટે થતાં ખર્ચની સામે દર્દીને વળતર મળવાની શક્યતા ઓછી હોય છે. મુળ રોગ ની ગંભીરતા ના લીધે.
.
મોટા ભાગના દર્દી CPR આપવા છતાં મૃત્યુ પામે છે. અથવા કોમાં માં જાય છે. અમુક જ દર્દી ને સંપૂર્ણ નવજીવન મળે છે.
.
તેમ છતાં “જીવન થી કિંમતી કશું નથી હોતું.” તેથી દર્દીનું મૃત્યુ સ્વીકારતા/જાહેર કરતાં પહેલાં ડૉક્ટર દ્વારા CPR કરવામાં આવે છે. છો ને નિષ્ફળતાં મળે.
.
CPR જાદુ નથી કે દરેક ને બચાવી શકે. અને જો કોઈ વ્યક્તિ તેનાથી બચી જાય તો તે જાદુ થી કમ પણ નથી.
.
CPR સફળ થવા ની સંભાવના તો વધે છે જો તે હૃદય બંધ પડવા ની થોડી જ ક્ષણો માં ચાલુ કરી દેવામાં આવે.
.
હૃદય શા કારણે બંધ પડ્યું હતું, અંદર નો રોગ કેવો છે, અને હૃદય બંધ થયા ના કેટલા સમયમાં CPR ચાલુ કરી દેવામાં આવ્યુ તેના પર CPR ની સફળતા નો આધાર છે.
અંદર ના મૂળ રોગ ની સારવાર CPR ની ટકાઉ સફળતા માટે અનિવાર્ય છે.
.
.
જો દર્દી ના સગા કહે કે દર્દી હમણાં જ બેહોશ થયું છે તો ચાન્સ લેવા માટે ડોક્ટર ની ફરજ બને છે કે CPR આપવું. ભલે હજારો માંથી અમુક જ દર્દી ને બચાવી શકાય તેમ હોય.
ભલે બાકીના દર્દીના સગા “મડદા પર સારવાર” કરવાનો આક્ષેપ કરે…!
.
……………………………
વિકસિત દેશોમાં CPR ની સફળતા વધારવા માટે કોમન પબ્લિક ને ટ્રેનિંગ, વિદ્યાર્થીઓ ને શિક્ષણ, જાહેર સ્થળોએ તેના સાધનો ઉપલબ્ધ કરાવવા વગેરે જેવા કામ કરવામાં આવે છે.
.
જ્યારે બીજી તરફ ભારત માં ખુદ ડૉક્ટર ને પણ CPR કરવામાં ડર લાગે છે. ડૉક્ટર પાસે આ સ્કીલ હોવા છતાં દર્દી મોટી હોસ્પિટલ સુધી પહોંચે નહીં ત્યાં સુધી ઘણાં ડૉક્ટર પોતે CPR આપતા નથી.
.
તેને ડર લાગે છે કે સગાં એવો આક્ષેપ કરશે કે ડૉક્ટરે પૈસા ની લાલચ માં મડદાં પર ખર્ચો કરાવ્યો ..!
Again Thanks to Akshaykumar and Brainless News Reporters…!
……………………………..
હવે કદાચ સમજાયું હશે કે પેલા દર્દી ને હોંશ માં અવેલા જોઈને હોસ્પિટલ સ્ટાફ અને ડૉક્ટરએ ઈશ્વર નો આભાર શું કામ માન્યો..! આભાર એ વાત નો માન્યો કે તેઓ સગાં ના આવા આક્ષેપો થી બચી ગયા..!
.
તેમ છતાં ખુબ સારી વાત છે કે હજુ પણ મોટા ભાગના સગાં ને “પોતાનાં” ડૉક્ટર પર વિશ્વાસ હોય છે…!
Dr. Parthiv Patel
M.D.
PATEL HOSPITAL & DIAGNOSTIC CENTER
DEEPKAMAL -2
SARTHANA JAKATNAKA
VARACHHA ROAD,
SURAT-6